Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : A 28-year-old accused of stealing cloth worth lakhs in Surat textile market was caught by the police

VIDEO: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લાખોની કાપડ ચોરીનો આરોપી 28 વર્ષે પોલીસના હાથે ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં વર્ષ 1998માં થયેલી લાખોની કાપડ ચોરીના કેસમાં 28 વર્ષથી ફરાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી રઘુવીરસિંહ રાજપૂતને રાજકોટના નાનામોવા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ તપાસ મુજબ, આરોપી સલાબતપુરાની ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતો હતો. તે દરમિયાન પોતાના સાથીદારો સાથે મળી લાખોની કાપડની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પોલીસથી બચવા આરોપીએ પોતાનું નામ અને વેશ બદલી અલગ-અલગ સ્થળોએ છુપાઈને જીવન વિતાવ્યું હતું. આરોપી અમદાવાદ, કલોલ બાદ છેલ્લા બે વર્ષથી રાજકોટની એક હોટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News