સુરત/ ડાઈંગ મીલમાં કાર કરતાં 27 વર્ષીય યુવકનું છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ મોત

સુરત સહિત સમગ્ર રાજ્યમાં રોજે રોજ યુવાનોના મોતને લઈને ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે. ત્યારે સચિન વિસ્તારમાં એક યુવકનું અચાનક મોત નીપજ્યું હતું. ડાઈંગ મીલમાંથી કામ કરીને ઘરે આવ્યા બાદ અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યાં બાદ તેનું મોત નીપજ્યું હતું.
ડાઈંગ મીલમાં કામ કરતો 27 વર્ષે મોહમ્મદ જહાંગીર અચાનક છાતીમાં દુઃખાવો થતા ઘટના સ્થળે ઢળી પડ્યો હતો. સાથે કામ કરતા લોકો દ્વારા 108ની જાણકારી કરી હતી. ત્યારબાદ 108 ઘટના સ્થળે આવી મૃતકનું સારવાર શરૂ કરી હતી. જોકે ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. સચિન જીઆઇડીસી પોલીસે મૃતકને પીએમ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
કુતુબુદ્દીન અંશારીએ કહ્યું કે, રામેશ્વર કોલોની સચિન જીઆઈડીસીમાં રહેતો હતો. જહાંગીર નવ વાગ્યે ડ્યુટીમાં ગયો હતો. ત્યારબાદ આવીને સૂઈ ગયો હતો. તેના લગ્ન નથી થયા. ત્યારબાદ આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હોવાથી તેને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાતાં પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

