VIDEO: સતીષ મરાઠા હત્યા કેસમાં 6 આરોપી જેલ હવાલે
સોર્સ : gstv
સુરતમાં માથાભારે સતીષ મરાઠા હત્યા કેસમાં ભેસ્તાન પોલીસે છ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. અગાઉ કોર્ટે તમામ આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ આપ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. વધુ રિમાન્ડ મંજૂર ન થતાં કોર્ટે તમામ આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ છ આરોપીઓને લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

