સુરત/ ISIના માર્કા વગરના 500 રમકડાં દુકાનમાંથી ઝડપાયા`

સુરતમાં બાળકોના રમકડાં મોટી સંખ્યામાં વેચાઈ રહ્યાં છે. જેમાં દેશ વિદેશના રમકડાં વેચતી દુકાનો પણ આવેલી છે. પરંતુ સરકાર દ્વારા રમકડાના વેચાણને લઈને નિયમો હોવા છતાં ઘણા દુકાનદારો તેમાં આંખ આડા કાન કરતાં જોવા મળતાં હોય છે. ત્યારે બાતમીના આધારે નાનપુરામાં આવેલા ટોય સ્ટેશન પર દરોડા કરવામાં આવ્યા હતાં. જેમાંથી 500 જેટલા રમકડાં પકડવામાં આવ્યાં હતાં.
નાનપુરામાં ISI માર્કા વગર રમકડાં વેચનારને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. ISI માર્કા વગરના 500 નંગ રમકડાં કબ્જે કરાયા હતાં. આ દુકાન દ્વારા ઘણા સમયથી રમકડાંનું વેચાણ કરવામાં આવતું હતું. જો કે, બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. જેથી ટોય શોપમાંથી સમગ્ર રમકડાંનો જથ્થો કબ્જે કરવામાં આવ્યાં હતાં.
રમકડાંની દુકાનમાંથી નિયમોના આધારે 14 વર્ષથી નાના બાળકો માટે રમવા બનાવેલી વસ્તુ પર આઈએસઆઈનો માર્કો ફરજિયાત હોવો જરૂરી છે. આઈએસઆઈ માર્કા વગરના રકમડાંનું વેચાણ કરતી શોપ પર બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડએ દરોડા પાડતી હોય છે. ત્યારે આ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડના દરોડામાંથી 500 રમકડાં કબ્જે લીધા હતાં.

