Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : 5 children ill after vaccination in Palsana

VIDEO: પલસાણામાં રસીકરણ બાદ 5 બાળકોની તબિયત લથડી

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત જિલ્લાના પલસાણામાં રસીકરણ કેમ્પ બાદ પાંચ બાળકોની તબિયત લથડતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આક્ષેપ છે કે રસીકરણ બાદ તાવ માટેની ગોળીઓને બદલે ભૂલથી અન્ય દવા આપવામાં આવી હતી, જે વાલીઓએ બાળકોને આપ્યા બાદ તેમની તબિયત બગડી હતી. એક બાળક અર્ધબેભાન થયું હતું, જ્યારે અન્ય ચાર બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા હરકતમાં આવ્યા છે અને જવાબદાર આરોગ્ય કર્મચારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. પલસાણા ગામના શોપિંગ સેન્ટર ખાતે યોજાયેલા કેમ્પ બાદ બનેલી આ ઘટનાને લઈને પોલીસમાં પણ જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, રસીકરણ બાદ આપવામાં આવેલી દવા બાળકોને આપ્યા પછી તેમની તબિયતમાં આડઅસર જોવા મળી હતી, જેમાં નયન સારણને સુરતની નિર્મળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે જિલ્લા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરતાં પલસાણા સબ સેન્ટર-1ના ફિમેલ હેલ્થ વર્કર ઇન્દુબેન ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અનિલ પટેલના જણાવ્યા મુજબ, કેમ્પમાં કઈ દવા આપવામાં આવી હતી અને દવામાં ભૂલ કેવી રીતે થઈ તેની તપાસ ચાલી રહી છે. 

App Store