Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : 4 workers buried during work at two locations

VIDEO: ગુજરાતમાં બે સ્થળે કામગીરી દરમિયાન 4 કામદારો દટાયા, ચારેય સારવાર અર્થે હોસ્પિટલમાં

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2025
લાઇવ ટીવીGoogle News

સુરતમાં પાલિકાની કામગીરીમાં બે કામદારો દટાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરત શહરેમાં પાલ વિસ્તારમાં SMCની પાણીની પાઇપ લાઈનની કામગીરી દરમિયાન કામદારો પર માટી ધસી પડતા બે કામદારો દટાઈ ગયા હતા. તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

App Store

ઘટનાની માહિતી મળતા જ પાલનપુર, અડાજણ,મોરાભાગળ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બંને કામદારોને ફાયર વિભાગની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનામાં ભોગ બનનાર લેવાભાઈ અને જીતુભાઇ બંને કામદારને સુરતની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કુલ 6 કામદારો કામ કરી રહ્યા હતા. જો કે, બંને કામદારોની હાલત સારી હોવાની માહિતી મળી રહી છે.

સાબરકાંઠામાં નેશનલ હાઇવેની સાઈડમાં 2 કામદારો દટાયા

સાબરકાંઠામાંથી પણ કંઈક આ પ્રકારની ઘટના સામે આવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાંથી ઘટના સામે આવી રહી છે જેમાં પાઇપ લાઇન ખોદકામ દરમિયાન બે કામદારો દટાયા હતા. નેશનલ હાઇવે રોડની સાઈડમાં પાઇપ લાઇનનું કામ ચાલી રહ્યું છે. ચાલુ કામમાં બે કામદારો દટાતા લોકોના ટોળા એકઠા થયા હતા. સદનસીબે બંને કામદારોનો આબાદ બચાવ થયો હતો. ચાલુ કામ દરમિયાન માટી ઢળી પડતા કામદારો દટાયા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ટીમ તેમજ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી. એક કામદારને હાથના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.