VIDEO: સુરત બાદ ભરૂચમાં બબાલ: કુકરવાડામાં બે કોમના ટોળા વચ્ચે ઝંડા લગાવવા બાબતે પથ્થરમારો
ગુજરાતની શાંતિ ડહોળવાનો ફરીથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરત બાદ ભરુચમાં પણ ગત મોડી રાત્રે કોમી તંગદિલી સર્જાઈ હતી. જેમાં બી ડિવિઝન પોલીસ મથકના કુકરવાડાના ગોકુળ નગર પાસે બંને કોમના ધાર્મિક તહેવારો બાબતે ઝંડા લગાવવા તકરાર બાદ મામલો બીચક્યો હતો.
પથ્થરમારા અને તોડફોડ થવા સાથે નાસભાગ મચી
પથ્થરમારા અને તોડફોડ થવા સાથે નાસભાગ મચી જવા પામી હતી. આ ઘર્ષણમાં 2 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. બનાવની જાણ થતાં જ એસ.પી.મયુર ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત
સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરવા સાથે સી.સી.ટીવી ફૂટેજ તપાસી તોફાનીઓને રાઉન્ડ અપ કરવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી.

