VIDEO: ઈડર સિવિલ હોસ્પિટલના તત્કાલીન સિવિલ અધિક્ષક ડોક્ટર ગજેન્દ્ર ગઢવી અને RMO અમુલ વર્મા સામે દાખલ થઈ પોલીસ ફરિયાદ
ઈડર સિવિલ હોસ્પિટલના તત્કાલીન સિવિલ અધિક્ષક ડોક્ટર ગજેન્દ્ર ગઢવી અને આરએમઓ ડોક્ટર અમુલ વર્મા સામે ગંભીર બેદરકારી મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાઇ રિસ્ક ગર્ભવતી મહિલાની પ્રસૂતિ દરમિયાન યોગ્ય સારવારમાં બેદરકારી રાખવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ ડોક્ટરોએ પ્રસૂતિ સ્ટાફ નર્સો પાસે કરાવી હતી અને પ્રસૂતિ દરમિયાન ડોક્ટર ગજેન્દ્ર ગઢવી હોસ્પિટલ છોડીને ઘરે જતા રહ્યા હતા. પ્રસૂતિ દરમિયાન અડધું બાળક બહાર આવી જતાં મહિલાની સ્થિતિ ગંભીર બનતા તેને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન નવજાત બાળકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને મહિલાના પતિએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કર્યા બાદ આખરે એક વર્ષ પછી ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાળકના પિતાની ફરિયાદ બાદ ડોકટરોની થઈ હતી બદલી... ડોક્ટર ગજેન્દ્ર ગઢવી કચ્છ અને ડોક્ટર અમૂલ વર્માની સુરત બદલી કરાઈ હતી.

