Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: Raj Thackeray should do his politics in Maharashtra on language dispute: Amit Chavda

VIDEO: ભાષા વિવાદ અંગે રાજ ઠાકરે પોતાની રાજનીતિ મહારાષ્ટ્રમાં કરે: અમિત ચાવડા

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

VIDEO: મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી ભાષા વિવાદને લઈને જે વિવાદનો મધપૂછો છંછેડાયો છે તેમાં આખરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ઝંપલાવ્યું છે. મહારાષ્ટ્રના રાજ ઠાકરે અંગે અમિત ચાવડાએ જણાવ્યું કે, રાજ ઠાકરે પોતાની રાજનીતિ મહારાષ્ટ્રમાં કરે. વલ્લભભાઈ પટેલ ગુજરાત જ નહિ ભારતના લોખંડી પુરુષ છે. રાજ ઠાકરેનું નિવેદન સૂરજ સામે ધૂળ નાખવા બરાબર છે. ગુજરાતની ધરતી પર રાજનીતિ કરશો તો જવાબ મળશે.

App Store

કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડા ઈડર તાલુકાના ઝીંઝવા ગામે પહોંચ્યા હતા. જયાં સાબર ડેરી આંદોલનમાં મૃત્યુ પામેલા અશોકભાઈ ચૌધરીના ઘરે પહોંચ્યા હતા. ત્યાં પરિવારજનોને મળ્યા હતા. આ દરમ્યાન  સાંસદ ગેનીબેન ઠાકોર, મધુસૂદન મિસ્ત્રી પણ હાજર રહ્યા હતા. બાદમાં તેમને મીડિયાને જણાવ્યું કે, ગુજરાતનું સહકારી માળખું ખોખલું થઈ ગયું છે. પશુઓને દૂધના યોગ્ય ભાવ મળતા નથી ભાવ ફેર મળતા નથી. ગુજરાતના તમામ સહકારી સંઘમાં ડખા છે. સહકારી માળખાને તંત્રએ ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવ્યું છે. જેથી આગામી સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સહકારી માળખાને બચાવવા માટે આંદોલન કરવામાં આવશે.