Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Thousands of liters of milk spilled on the road

VIDEO: ભાવ ફેર મામલે પશુપાલકોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો, હજારો લિટર દૂધ રસ્તા પર ઢોળી નાખ્યું

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠાના પશુપાલકો દૂધના ભાવફેર મામલે અડગ રહી વિરોધ નોંધાવ્યો છે.સતત ત્રીજા દિવસે ખેડબ્રહ્મા સહિત ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોએ રસ્તા પર અને ડેરી પાસે દૂધ ધોળીને વિરોધ દર્શઆ ઉપરાંત 2 હજારથી અઢી હજાર લિટર દૂધ ગામના જરૂરિયાતમંદ લોકોમાં વિનામૂલ્યે વહેંચવામાં આવ્યું.ગ્રામ્ય વિસ્તારોમાં ડેરીના ટેન્કમાંથી પણ દૂધનું મફત વિતરણ કરાયું.

App Store

સાબર ડેરીમાં ટેન્કરચાલકોની હડતાળને કારણે દૂધનો પુરવઠો ખોરવાયો

સાબર ડેરીમાં ટેન્કરચાલકોની હડતાળને કારણે દૂધનો પુરવઠો ખોરવાયો છે.આર્થિક નુકસાનના  ડરથી ચાલકો ગામડામાં જવા તૈયાર નથી, જેના કારણે હજારો લીટર દૂધ ઢોળવામાં આવ્યું. કોઈણ સંજોગોમાં પશુપાલકો નમતું જોખવા તૈયાર નથી. જો હજુ એક દિવસ આંદોલન ખેંચાશે, તો દૂધની મોટી અછત વર્તાશે.સૂત્રોના જણાવ્યા મુજબ પાવડર પ્લાન્ટ બંધ કરાયો છે. ડિરેક્ટર વિપુલ પટેલે ચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે  સાબર ડેરીના ચેરમેન ચેતન પટેલે ડેરી પર કરોડોના દેવાનો આક્ષેપ કર્યો.સાધારણ સભા બાદ બાકી ભાવફેર આપવાની જાહેરાત કરી, પરંતુ સભાની તારીખ જાહેર કરી નથી.