Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Supporters of Bhikhaji Thakor staged a protest at the BJP office in Modasa

કમલમના ગેટ પર ફેંક્યા ખેસ-ટોપી, ભાજપના નારાજ કાર્યકર્તાઓએ દેખાડી પોતાની શક્તિ

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2024
લાઇવ ટીવીGoogle News
કમલમના ગેટ પર ફેંક્યા ખેસ-ટોપી, ભાજપના નારાજ કાર્યકર્તાઓએ દેખાડી પોતાની શક્તિ

સાબરકાંઠા લોકસભા બેઠક પર ભીખાજી ઠાકોરના સમર્થકો છેલ્લા બે દિવસથી મોડાસામાં આવેલા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. એક દિવસ અગાઉ  ભીખાજીના સમર્થનમાં 2000થી વધુ કાર્યકરોએ રાજીનામા ધરી દીધા હતા. તો આજે  28 માર્ચે કમલમના ગેટ પર ભાજપના ખેસ-ટોપી ફેંકીને રોષ વ્યક્ત કર્યો હતો. 

App Store

સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ભીખાજી બાદ  શોભનાબેને બારૈયાના નામની જાહેરાત કરી હતી. આજે  શોભનાબેન મોડાસા કમલમ પહોંચ્યા હતા અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. તો બીજી બાજુ કમલમ બહાર ભીખાજીના સમર્થકો વિરોધ કરી રહ્યાં હતા.

ભિખાજી ઠાકોરના સમર્થકો ભાજપના કાર્યકરોએ કમલમના ગેટ પર પહોંચી ગયા હતા. જોકે તેમને અંદર પ્રવેશ આપવામાં નહોતો આવ્યો. આ બાદ કાર્યકરોએ ગેટ પર જ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. જેને લઈને શોભનાબેન બારૈયા સમર્થકોથી ડરીને કમલમના પાછલા દરવાજેથી ભાગી ગયા હતા. પોલીસ દ્વારા નારાજ કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. 

ભિખાજી ઠાકોરના સમર્થકો છેલ્લા 3 દિવસથી તેમને જ સાબરકાંઠા બેઠકથી ઉમેદવાર બનાવવાની માંગ કરી રહ્યા છે. આ વચ્ચે આજે મોડાસામાં કમલમ કાર્યાલયના ગેટ પર મોટી સંખ્યામાં ભિખાજીના સમર્થક ભાજપ કાર્યકરો ભેગા થયા હતા અને ભાજપના ખેસ-ટોપી ફેંક્યાં હતા.