VIDEO: અંબાજી જતા શ્રદ્ધાળુંઓને કારચાલકે અડફેટે લેતા એકનું મોત, લોકોએ કારને આગ ચાંપી
સોર્સ : gstv
સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા દોલગઢ પાટિયા પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ફોરલેન હાઇવે પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયો કારે ભાદરવી પૂનમ માટે અંબાજી દર્શન કરવા જતાં 10થી વધુ પદયાત્રીઓને અડફેટે લેતાં સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ છે. ઘટના બાદ ભાગવાનો પ્રયાસ કરી રહેલા કાર ચાલકને પદયાત્રીઓ અને સ્થાનિકોના ટોળાએ રોકી લીધો હતો. ફોરલેન હાઇવે પર જાહેરનામા છતાં બેફામ વાહનો દોડતા હોવાથી રોષે ભરાયેલા લોકોએ અકસ્માત સર્જનાર કારને આગ ચાંપી દેતા કાર ભડકે બળી હતી. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ ઈજાગ્રસ્તોની સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. આ ઘટનામાં એક યાત્રાળુંનું સારવાર દરમિયાન મોત થયું છે.

