VIDEO: સાબરકાંઠામાં ગોકળગતિએ ચાલતા હાઈવેનું કામ જોવા નીતિન ગડકરી પોતે આવ્યા
સોર્સ : GSTV
સાબરકાંઠાના નેશનલ હાઈવે 48 પર છેલ્લા સાત વર્ષથી ચાલી રહેલા કામોની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાબરકાંઠા પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. આ કામોની મંથર ગતિ અને હાઇવે પરના બિસ્માર સર્વિસ રોડ ને લઈને લોકસભા અને રાજ્યસભાના સાંસદો તેમજ સ્થાનિક વાહનચાલકો દ્વારા સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સાબરકાંઠામાં નેશનલ હાઈવે 48ની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મંત્રીએ હિંમતનગર મોતીપુરા બ્રિજ સહિત રોડના હાલ જાણ્યા હતા. આ સાથે સહકારી જીનથી સાબરડેરી સુધીના સર્વિસ માર્ગના વિસ્તરણ અને સુધારણાને લઈને પણ સત્તાધીશો સાથે સમીક્ષા કરી હતી.

