VIDEO: સાબર ડેરીમાં દૂધના ટેન્કરોને પોલીસ પ્રોટેક્શનમાં લઈ જવાયા, પશુપાલકોનો સતત 5મા દિવસે વિરોધ
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લામાં દૂધના ભાવફેર મુદ્દે પશુપાલકોનો વિરોધ પાંચમા દિવસે પણ ચાલુ છે, જેના કારણે સાબર ડેરીની દૂધની આવક ઘટીને 26 લાખ લીટરથી 10 લાખ લીટર થઈ ગઈ છે. ખેડબ્રહ્મા સ્થિત ચિલિંગ સેન્ટરથી સાબર ડેરી સુધી દૂધના ટેન્કરોને પોલીસ પ્રોટેક્શન હેઠળ લઈ જવામાં આવી રહી છે. આજે સાત ટેન્કરો ખેડબ્રહ્માથી હિમતનગર ખાતે સાબર ડેરી પહોંચાડવામાં આવી, જેમાં બનાસ ડેરીમાંથી પણ 10 ટેન્કરો લવાયા હતા.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જવાનપુરા ચોકડી પાસે પશુપાલકોએ પાંચમા દિવસે પણ ઉગ્ર વિરોધ યથાવત રાખ્યો. નેશનલ હાઈવે નંબર 48 પર પશુપાલકોએ બે દૂધના ટેન્કરો રોકીને તેમના વાલ્વ ખોલી દીધા, જેના કારણે લાખો લીટર દૂધ રસ્તા પર ઢોળાઈ ગયું. આ ઘટના પોલીસની ઉપસ્થિતિમાં બની હોવાનું જાણવા મળ્યું છે.

