સાબરકાંઠા / ઈડરના વસાઈ ગામમાં ચૂંટણી બહિષ્કારનું બોર્ડ લાગ્યું, જાણો શું છે મામલો

Lok Sabha Election 2024 : સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના વસાઈના ગ્રામજનો દ્વારા ચુંટણી બહિષ્કાર કરતું બોર્ડ હવે ગામમાં લગાવવામાં આવ્યુ છે. લોકસભાની ચૂંટણીની જાહેર થઈ ગઈ છે, રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં જોતરાયા છે. ઈડર તાલુકાના વસાઈ ગામમાં ગ્રામજનો દ્વારા એક બોર્ડ મારવામાં આવ્યું છે.. જેમાં લખવામાં આવ્યું છે, “ગ્રામ પંચાયતનું મકાન નહિ તો વોટ નહીં... અને સત્તાધારી રાજકીય પક્ષે વસાઈ ગામમાં પ્રવેશ કરવો નહીં.”
વસાઈના ગ્રામજનોએ આ બોર્ડ લગાવતા સત્તાધારી પક્ષના નેતાઓમાં પણ હલચલ મચી ગઈ છે. નોંધનીય છે કે વસાઈ ગ્રામ પંચાયતનું મકાન તંત્ર દ્વારા 2017માં નોન યુઝ કરવામાં આવતા આ મકાન તોડી પાડવામાં આવ્યું હતુ અને ત્યારથી જ વસાઈ ગ્રામ પંચાયત હાલ એક ભાડાના મકાનમાં ચાલી રહી છે. નવું પંચાયત મકાન બનાવવા માટે સત્તાધારી પક્ષ તેમજ તંત્ર દ્વારા ઠાલા વચનો જ આપવામાં આવ્યા હતા.

