Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Finance manager found murdered body in car near Limla village in Prantij

VIDEO: પ્રાંતિજમાં લીમલા ગામ પાસે કારમાંથી ફાઈનાન્સ મેનેજરની હત્યા કરાયેલી લાશ મળી

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા લીમલા ગામ પાસે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગાંધીનગરના માણસામાં રહેતા અને આઈએફએલ ફાઈનાન્સમાં મેનેજર તરીકે ફરજ બજાવતા યુવકની કારની પાછળની સીટમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી છે. શંકાસ્પદ ઇસમો કાર લઈને વડવાસાથી લીમલા રોડ તરફ આવ્યા હતા, પરંતુ રાત્રિના સમયે સ્થાનિકો જોઈ જતાં અજાણ્યા લોકો કાર સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હતા. મૃતકના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક શંકા સેવાઈ રહી છે. બનાવની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

App Store