Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Farmers rally in Himmatnagar against Hooda

VIDEO: 'જરૂર પડે જીવ આપીશું, પણ જમીન નહીં આપીએ', હિંમતનગરમાં હૂડાનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 29 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હિંમતનગરમાં હૂડા નોટિફિકેશન સામે છેલ્લા 85થી વધુ દિવસથી ચાલતો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. હૂડા હટાવો સંકલન સમિતિના આહ્વાને હજારો ખેડૂતો-મહિલાઓએ મોતીપુરાથી શરૂ કરેલી પદયાત્રા ટાવર ચોકડીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી સમાપન કર્યું. આ પદયાત્રા હિંમતનગરના ઇતિહાસમાં સૌથી મોટી ગણાઈ રહી છે. અગિયાર ગામના ખેડૂતોની એકજ માંગ છે કે, હૂડા નોટિફિકેશનને કાયમી ધોરણે રદ કરવામાં આવે, એક ઈંચ જમીન પણ નહિ આપીએ. 

App Store

આંદોલનના બીજા તબક્કામાં પ્રવેશતાં રાજકીય આગેવાનો-હોદ્દેદારોને ગામોમાં પ્રવેશબંધી, કાર્યક્રમો પર પ્રતિબંધ જેવા કડક નિર્ણયો લેવાયા છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીઓ સાથેની વાતચીત નિષ્ફળ જતાં ખેડૂતોએ કહ્યું કે, જરૂર પડે જીવ આપીશું, પણ જમીન નહીં આપીએનો સંકલ્પ લીધો છે.