Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Fake food inspector caught in Idar

VIDEO: ઈડરમાંથી ઝડપાયો નકલી ફૂડ ઇન્સ્પેક્ટર, લોકોએ જાહેરમાં નકલી અધિકારીને મેથીપાક ચખાડ્યો

Timeછેલ્લું અપડેટ : 21 Feb 2025
લાઇવ ટીવીGoogle News

રાજ્યમાં નકલી અધિકારીઓની અવારનવાર પકડાતા હોય છે ત્યારે હવે સાબરકાંઠાના ઈડરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે. કરિયાણાના વેપારીને ત્યાં દમદાટી આપી તોડ કરવા જતા નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને પબ્લિકે મેથીપાક ચખાડ્યો છે.

App Store

સાબરકાંઠાના ઈડરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર કરિયાણાના વેપારીને ત્યાં ગાંધીનગરથી તપાસમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. વેપારીઓને શંકા જતા આ નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને પોલીસ સ્ટેશનએ હાજર કર્યો હતો.

વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે આ નકલી અધિકારીએ પોતે ફૂડ ઇન્સ્પેક્ટર હોવાનો ઓળખ આપી હતી. ફૂડ ઇન્સ્પેક્ટરને વેપારીએ રૂપિયા 1500 આપ્યા હોવાની કબુલાત કરી છે. નકલી ફ્રુડ ઇન્સ્પેક્ટરને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. જો કે લોકોએ જાહેરમાં નકલી અધિકારીને મેથીપાક ચખાડ્યો હતો. નકલી અધિકારીની ઓળખાણ આપનાર ઇસમના સીસીટીવી સામે આવ્યા છે. કરિયાણાની દુકાનમાં તપાસ કરતો નકલી ફ્રુડ ઇન્સ્પેકટરને હાલ પોલીસને સોંપવામાં આવ્યો છે. સમગ્ર મામલે ઈડર પોલીસે આગળની વઘુ તપાસ હાથ ધરી છે.