Sabarkantha: હિંમતનગરમાં નાયબ મામલતદાર 30 હજારની લાંચ લેતા ઝડપાયો

સાબરકાંઠામાં લાંચિયા અધિકારીઓ સામે એસીબીની ટીમે કમર કસી છે. ત્યારે તેમને હાલમાં વધુ એક સફળતા મળી છે. બહુમાળી ભવનમાં નાયબ મામલાતદાર તરીકે ફરજ બજાવતો અધિકારી ઝડપાયો છે.
નાયબ મામલાતદાર જીતેન્દ્ર રમેશ પટેલને 30 હજારની લાંચ લેવા મુદ્દે એસીબીએ ઝડપી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર જમીન ખનનની પરવાનગીના અભિપ્રાય મામલે જીતેન્દ્ર પટેલે 30 થી 50 હજાર રૂપિયાની માગણી કરી હતી.આની બાતમી મળતા મહેસાણા ACB ટીમે છટકું ગોઠવી લાંચિયા મામલાતદારકને ઝડપ્યો હતો. ત્યારે જિલ્લા કલેકટર કચેરી બહુમાળી ભવનમાં ACBએ છટકું ગોઠવી લાંચ લેતા અધિકારીની ધરપકડ કરતાં લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
સાબરકાંઠામાં એસીબીની કાર્યવાહી દિનપ્રતિદિન વધી રહી છે. અગાઉ પણ ખેડબ્રહ્માના પોલીસ મથકે દારૂની પરવાનગી બાબતે એસીબીએ કાર્યવાહી કરી હતી. હાલમાં એસીબીની ટીમે લાંચિયા અધિકારીને ઝડપી લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

