VIDEO: સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો બાદ હવે હોદ્દા માટે રાજકીય ગરમાવો
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો બાદ હવે હોદ્દા માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા અને જિલ્લા પંચાયત સાથે નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે સેન્સ લેવામાં આવશે. જિલ્લા પંચાયતના અઢી વર્ષના કાર્યકાળ માટે મહિલા ઉમેદવારો દાવેદારી નોંધાવશે. ઇડર અને હિંમતનગર નગરપાલિકામાં સામાન્ય સીટ હોવા છતાં મહિલા નેતાઓ સક્રિય બન્યાં છે. તાલુકા પંચાયતોમાં પણ ઉમેદવારો પ્રબળ રીતે દોડધામ કરી રહ્યા છે.

