Rajkot News: Instaમાં વ્યૂઝની લાલસામાં ચાલુ કારમાંથી નબીરાઓએ રોડ પર ફેંક્યા ફટાકડા, લોકોના જીવને મૂક્યા જોખમમાં

રાજકોટ શહેરમાં યુવાનોમાં ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાના ક્રેઝના કારણે ગુનો કરવાની વધુ એક ઘટના સામે આવી છે. દિવાળીના તહેવાર પર જાહેર રોડ પર ફટાકડા ન ફોડવાના જાહેરનામાનો ભંગ કરીને, કેટલાક નબીરાઓએ લક્ષ્મીનગર અન્ડરબ્રિજમાંથી કાર લઈને પસાર થતી વખતે ચાલુ કારમાં સુતળી બોમ્બ સળગાવીને જાહેરમાં ફોડ્યા હતા.
ચાલુ કારમાંથી સળગતા ફટાકડા રોડ પર ફેંક્યા
આ જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ માલવિયા નગર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને આ નબીરાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે. યુવાને ચાલુ કારમાંથી સળગતા ફટાકડા રોડ પર ગમે ત્યાં ફેંકી દીધા હતા. તો બીજી તરફ રોડ પર પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકો અનેરાહદારીઓના પણ જીવ જોખમાયા હતા. નોંધનીય છે કે સસ્તી પ્રસિદ્ધિ માટે નબીરાઓએ આ કૃત્ય કર્યું હતું.
લોકોના જીવને જોખમમાં મૂક્યા
તો બીજી તરફ અન્ય યુવાનોએ નફ્ફટાઈ રીતે આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત, તે પણ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો.

