Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Woman slaps victim after dog attacks her in Rajkot, bullying incident captured on CCTV

Video: રાજકોટમાં શ્વાને હુમલો કરતાં મહિલાએ ભોગ બનનારને લાફો ઝિંક્યો, સોસાયટીના રહીશો પણ શ્વાનથી ત્રાહિમામ

Timeછેલ્લું અપડેટ : 25 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં આવેલી સુરભી પોસીબલ ફ્લેટમાં એક મહિલાની દાદાગીરી સામે આવી છે. પાલતું શ્વાને એક મહિલા પર હિંસક હુમલો કર્યા બાદ આ શ્વાનની મહિલા માલિકે ભોગ બનનાર મહિલાને લાફો મારતા સોસાયટીના રહીશોમાં રોષની લાગણી ફેલાઈ છે. સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ છે. 

App Store

ઉશ્કેરાયેલી પારુલે કિરણને લાફો મારી દીધો

રાજકોટના રોલેક્સ રોડ પર આવેલા સુરભી પોસીબલમાં પાલતુ શ્વાનના માલિકે એક મહિલાને લાફો ઝીંકી દીધો છે. કિરણ વાઘેલા નામની મહિલા ફ્લેટના પેસેજમાંથી જઈ રહી હતી, ત્યારે પારૂલ ગોસ્વામીની માલિકીનો શ્વાને કિરણ પર હિંસક હુમલો કર્યો હતો. હુમલા બાદ કિરણે પારુલને શ્વાનનું ધ્યાન રાખવાનું કહેતા ઉશ્કેરાયેલી પારુલે કિરણને લાફો મારી દીધો હતો. પારુલની દાદાગીરી CCTV માં કેદ થઇ છે. અગાઉ પણ સોસાયટીના લોકોએ શ્વાન માલિક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જો કે મહિલાએ માથાભારે તત્વોને બોલાવીને ધમકાવ્યા હતા અને મૌખિક રજૂઆત પછી શ્વાન છૂટુ ન મુકવાની ખાતરી આપી હતી. સોસાયટીના રહીશો પણ મહિલાની દાદાગીરીથી ત્રસ્ત હોવાનો આક્ષેપ કરાયો છે.