રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન પૂર્ણ, 19 ડિસેમ્બરે મત ગણતરી

રાજકોટ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી યોજાનાર છે. વર્ષે 10 હજાર કરોડ રૂપિયાનો બીઝનેસ, 3.32 લાખ શેર હોલ્ડર્સ ધરાવતી અને પાંચમી ઓક્ટોબર 1953માં સ્થપાયેલી 59 સભ્યોએ 5 હજાર રૂપિયાથી ઓછી મુડી સાથે શરુ કરેલી બહુરાજ્ય રાજકોટ નાગરિક સહકારી બેંકની 28 વર્ષ બાદ પહેલીવાર ચૂંટણી યોજાઈ રહી છે.
કેન્દ્ર સરકારના સહકાર વિભાગ દ્વારા ધી કોઓપરેટીવ ઈલેક્શન ઓથોરિટીની સ્થાપના પછી અને ધી મલ્ટીસ્ટેટ કો.ઓપ.સો.એક્ટ-2002માં નવા સુધારા પછી આ પ્રકારની ચૂંટણી ગુજરાત રાજ્યમાં પ્રથમવાર થઈ રહી છે. જેમાં ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા કલેક્ટરની નિયુક્તિ કરાઈ હતી.
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. આ ચૂંટણીમાં જ્યોતીન્દ્ર મહેતાની સહકાર પેનલ અને કલપક મણિયારની સંસ્કાર પેનલ વચ્ચે જંગ છે. આ ચૂંટણીમાં ભાજપ સહકાર પેનલને સમર્થન જાહેર કરી ચૂક્યું છે. આ ચૂંટણીમાં કુલ સરેરાશ 96.39% મતદાન થયું છે જેમાં રાજકોટ મતદાન કેન્દ્ર પર 96.43% મતદાન થયું છે.
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં 332 માંથી 320 ડેલીગેટ્સે મતદાન કર્યું હતું. રાજકોટ કેન્દ્ર પર કુલ 196 માંથી 189 લોકોએ મતદાન કર્યું હતું. 19 ડિસેમ્બર 2024એ મત ગણતરી કરવામાં આવશે.
ભાજપ-સંઘના એક જૂથે ચૂંટણી જીતવા સહકાર પેનલ બનાવી છે અને તે સામે બેંકમાં ભ્રષ્ટાચાર દૂર કરવાનો હેતુ દર્શાવીને બીજા જૂથે સંસ્કાર પેનલ ઊભી કરાઈ છે. જનરલ સીટ માટેની 13 બેઠકો માટે 23 ઉમેદવારો મેદાનમાં છે, અને 2 મહિલા અનામત સીટ માટે 3 ઉમેદવારો વચ્ચે જંગ છે.

