VIDEO:રાજકોટ: જંગલેશ્વર ડિમોલેશનમાં લાખોના પાણીના બિલ મામલે મનપા વિવાદમાં.
સોર્સ : GSTV
રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર ડિમોલેશન મામલે વધુ એક મોટો ખર્ચ સામે આવતા વિવાદ છેડાયો છે. ડિમોલેશન દરમિયાન ભોજન, નાસ્તા અને ચા-પાણી પાછળ થયેલા ₹૨૭.૨૦ લાખના તોતિંગ ખર્ચ બાદ, હવે મિનરલ વોટર પાછળ ₹૧૨.૪૦ લાખનો ધુમાડો કરાયો હોવાનું ખૂલ્યું છે. સામે આવેલા સરકારી બિલોમાં કયા દિવસે કેટલી પાણીની બોટલો વપરાઈ તેની કોઈ સ્પષ્ટ વિગત નથી, માત્ર તારીખ અને રકમ જ લખવામાં આવી છે. આ ઉપરાંત, શહેરમાં અસંખ્ય વોટર પ્લાન્ટ હોવા છતાં મનપાએ મિનરલ વોટરનો કોન્ટ્રાક્ટ એક મંડપ સર્વિસને આપતા ખર્ચની પારદર્શિતા અને ભ્રષ્ટાચારના ગંભીર સવાલો ઊભા થયા છે.

