Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO/ RAJKOT: BJP celebrates victory even before the results

VIDEO/ RAJKOT: પરિણામ પહેલા જ ભાજપનો વિજયોત્સવ

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

લોકશાહીના પર્વ સમાન મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા જ હવે હાર-જીતના ગણિતો માંડવાનું શરૂ થઈ ગયું છે. રાજકોટમાં સત્તાવાર પરિણામો જાહેર થાય તે પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 7, 8 અને 9 ના સંયુક્ત મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે સાંજે અનોખો નજારો જોવા મળ્યો હતો, જ્યાં કાર્યકરોએ પરિણામ પહેલા જ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી વિજયોત્સવ મનાવ્યો હતો.

કાર્યકરોમાં ભારે ઉત્સાહ, આતશબાજીથી ગુંજ્યું આકાશ

મતદાન પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ મોટી સંખ્યામાં બુથ લેવલના કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો મધ્યસ્થ કાર્યાલય ખાતે એકઠા થયા હતા. કાર્યકરોએ ફટાકડા ફોડીને અને 'ભારત માતા કી જય' ના નારા લગાવી વાતાવરણને ગજવી દીધું હતું. ઢોલ-નગારાના તાલે કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા. ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારોમાં કાર્યકરોનો આત્મવિશ્વાસ સાતમા આસમાને જોવા મળ્યો હતો.

વિકાસના નામે જીતનો અટલ વિશ્વાસ

વોર્ડ નંબર 7, 8 અને 9 ના ઉમેદવારોએ આ તકે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ભાજપના વિકાસના કામોને ખુલ્લા હાથે સમર્થન આપ્યું છે. બુથ લેવલના કાર્યકર્તાઓની મહેનત અને લોકોના મળેલા પ્રતિસાદના આધારે તેઓ પોતાની જીત નિશ્ચિત માની રહ્યા છે. ઉમેદવારોએ દાવો કર્યો હતો કે આ વખતે પણ ભાજપનો ભગવો લહેરાશે અને જંગી બહુમતીથી જીત હાંસલ થશે.

બુથ મેનેજમેન્ટ પર ભરોસો

ભાજપના સંગઠન અને મજબૂત બુથ મેનેજમેન્ટને કારણે કાર્યકરો માની રહ્યા છે કે વિરોધ પક્ષો ક્યાંય સ્પર્ધામાં નથી. મધ્યસ્થ કાર્યાલય ખાતે થયેલી આ આતશબાજીએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે. જોકે, ખરેખર જનતાએ કોના પર કળશ ઢોળ્યો છે તે તો પરિણામના દિવસે જ ખબર પડશે, પરંતુ હાલ પૂરતું રાજકોટ ભાજપના છાવણીમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

App Store