VIDEO: રાજકોટમાં મેયર નેહલ શુક્લ હવે રૂબરૂ સાંભળશે શહેરીજનોની ફરિયાદો
સોર્સ : GSTV
રાજકોટના નવ નિયુક્ત મેયર નેહલ શુક્લ દ્વારા શહેરીજનોના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની નવી બોડી સતત લોકોની વચ્ચે રહે તેવા અભિગમ સાથે મેયર હવે અઠવાડિયામાં ત્રણ દિવસ રૂબરૂ અરજદારોને મળશે. આ નવા આયોજન મુજબ, તેઓ દર બુધવાર, ગુરુવાર અને શુક્રવારે રૂબરૂ ઉપસ્થિત રહીને લોકોની ફરિયાદો અને રજૂઆતો સાંભળશે, જેથી સામાન્ય નાગરિકોના પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવી શકાય.

