Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Former Delhi CM Arvind Kejriwal on a 3-day tour of Rajkot district

VIDEO: દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલ 3 દિવસ રાજકોટ જિલ્લાના પ્રવાસે

Timeછેલ્લું અપડેટ : 07 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસ માટે રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. દિલ્હીથી વિમાન માર્ગે રાજકોટના ઈન્ટરનેશલ એરપોર્ટ પર ઉતર્યા હતા. આ દરમ્યાન એરપોર્ટ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જામનગરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના બાદ પોલીસ સતર્ક બની ગઈ છે. જેથી આપના કાર્યકરોને દૂર ખસેડવામાં આવ્યા હતા. મીડિયામાં પણ અજાણ્યા શખ્સો હોય તો પોલીસને જાણ કરવા સૂચના અપાઈ હતી. આ દરમ્યાન રાજકોટ પોલીસના 2 પીઆઈ, 7 જેટલા PSI સહિત CISFના જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો. હતો. અરવિંદ કેજરીવાલ પર કોઈ કાંકરીચાળો ન થાય તે માટે પોલીસ હરકતમાં આવી હતી. 

App Store

રાજકોટ એરપોર્ટ પર ઉતર્યા બાદ કેજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મીડિયાને સંબોધી હતી. તેમને જણાવ્યું કે, હું ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યો છું,ગુજરાતની હાલત ખૂબ બદતર થતી જાય છે.એ લોકોને પણ ખબર છે કે ગુજરાતની હાલત બગડતી જાય છે જેના કારણે મંત્રીમંડળ બદલાવ્યું. ખેડૂતોને ખોટી રીતે જેલમાં ધકેલ્યા છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું ચલણ ખૂબ જ વધી ગયું છે. આજથી બે દિવસ પહેલા કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેક્યું હતું. ગુજરાતમાં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે શું ચાલે છે. 30 વર્ષથી કોંગ્રેસ-ભાજપના ગઠબંધનથી ગુજરાતમાં સરકાર ચાલે છે. ગુજરાતક કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સવાલ લઈને અરવિંદ કેજરીવાલે મહત્ત્વનું નિવેદન સામે આવ્યું હતું. જે પણ ગુજરાતના હકની વાત કરે છે,ગુજરાતમાં ડ્રગ્સનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. મુન્દ્રા પોર્ટ ડ્રગ્સનું મોટું રૂટ બની ગયું છે ત્યાંથી ગુજરાત સહિત દેશભરમાં ડ્રગ્સની સપ્લાય થતી હોવાનો આક્ષેપ કેજરીવાલે કર્યો હતો.