VIDEO: બ્રિજરાજ સોલંકીએ જસદણના વિછિયામાં કુંવરજી બાવળીયાને ખુલ્લી ચેલેન્જ આપી
સોર્સ : GSTV
બ્રિજરાજ સોલંકીએ જસદણના વિછિયામાં જઈને કુંવરજી બાવળીયાને ખુલ્લી ચેલેન્જ આપી હતી, જાહેરપ મંચ પર કહ્યું કે જો કુંવરજી બાવળીયા 10 દિવસની અંદર જસદણ વિછિયાના 92 નિર્દોષ યુવાનો પર થયેલા 307 ના ખોટા કેસો પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારેય વિછિયાની ધરતી ઉપર ફરી પગ નહીં જ મૂકે.
લોકો નક્કી કરશે કે કોણ સાચું અને કોણ ખોટું
કુંવરજી બાવળીયાએ મારા ભૂતકાળ અને ઇતિહાસની વાત કરી હતી. જો કુંવરજી બાવળીયા સાચા હોય તો મારી સાથે ડિબેટ કરવા આવે અને લોકોને બ્રિજરાજ સોલંકી અને રાજુ સોલંકીનો ભૂતકાળ અને ઇતિહાસ જણાવે ત્યાર બાદ હું બ્રિજરાજ સોલંકી કુંવરજી બાવળીયાનો ભૂતકાળ અને ઇતિહાસ જણાવીશ. પછી લોકો નક્કી કરશે કે કોણ સાચું અને કોણ ખોટું.

