VIDEO: લાખાજીરાજ રોડ પર પાથરણાવાળાને બેસવાની ના પાડતા હુમલો, CCTVમાં ઘટના કેદ
સોર્સ : GSTV
VIDEO: રાજકોટ શહેરમાં આવેલા લાખાજીરાજ રોજ પર પાથરણાવાળાનો આતંક સામે આવ્યો છે. જેમાં દુકાનના એન્ટ્રી એરિયામાં વેપારીઓ પાથરણાવાળાને બેસવાની ના પાડતા પાથરણાવાળાએ પ્લાસ્ટિકના ધોકા વડે હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટના નજીક રહેલા સીસીટીવી કેમેરામાં આબાદ રીતે કેદ થઈ ગઈ હતી. જે અંગે દુકાનવાળા વેપારીએ રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશને પાથરણાવાળા વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
જેથી પોલીસે આ અંગે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. આ અગાઉ પાથરણાવાળાના આતંક વિશે અનેક વખત લાખાજીરાજના વેપારીઓએ મનપાને રજૂઆત કરેલી છે. છતાં અવાર-નવાર આવા કિસ્સા સામે આવતા વેપારીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

