VIDEO: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત, કન્ટેનર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત
સોર્સ : gstv
સાયલા વિસ્તારમાં રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ડોળિયા ગામ નજીક કન્ટેનર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ આઇસર ચાલકે પાછળથી કન્ટેનરને ટક્કર મારતા કન્ટેનર બેલેન્સ ગુમાવી ડિવાઇડર પર ચડી ગયું હતું. આ ઘટનામાં આઇસર ચાલક ઇજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી. ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને વાહનોને હટાવવાની કાર્યવાહી શરૂ કરી છે.

