VIDEO: દીકરીઓને ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે આપી સોનેરી સલાહ
સોર્સ : gstv
આનંદીબેન પટેલના દીકરીઓ અંગેના નિવેદન બાદ હવે ખોડલધામ સંસ્થાના ચેરમેન નરેશભાઈ પટેલનું પણ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. નરેશભાઈ પટેલે જણાવ્યું કે પ્રેમ કરવો કોઈ પાપ નથી, પરંતુ ખોટા પાત્ર સાથે સંબંધ બાંધી મુશ્કેલીમાં ન પડવું જોઈએ. તેમણે દીકરીઓને સોશિયલ મીડિયાના ખોટા આકર્ષણથી સાવચેત રહેવાની અપીલ કરી હતી. સાથે જ કહ્યું કે દીકરીઓએ દરેક ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ, પરંતુ પોતાની મર્યાદા અને પરિવારના સંસ્કારોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. તેમણે લતા મંગેશકરનું ઉદાહરણ આપી યુવતીઓને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો.

