Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Traders protest against the murder of a Soni youth by calling for a Ramdhun

Morbiમાં સોની યુવકની હત્યાના Rajkotમાં ઘેરા પ્રત્યાઘાત; વેપારીઓએ રામધૂન બોલાવી નોંધાવ્યો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 21 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મોરબીમાં સોની યુવકની હત્યાના પડઘા હવે રાજકોટમાં પણ પડ્યા છે. આ ઘટનાના વિરોધમાં રાજકોટના સોની વેપારીઓ કોઠારીયા નાકે એકઠા થયા હતા અને રામધૂન બોલાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વેપારીઓએ મોરબી પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી તેમનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ કરી છે. 
સીટિંગ મંત્રીના હોમ ટાઉનમાં જ વેપારીઓ અસુરક્ષિત હોવાના આક્ષેપ સાથે સમગ્ર સોની સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

App Store

મોરબીમાં સોની બજાર સજ્જડ બંધ રહ્યું

માત્ર વાહન ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં બે શખ્સોએ જાહેરમાં જતીન સોની નામના યુવાનની હત્યા કરી હતી, જેને લઈને સોની સમાજમાં ભારે રોષ હતો. ગઈકાલે 20 ફેબ્રુઆરીએ સોની સમાજના યુવકની હત્યાના વિરોધમાં  મોરબીના સોની બજારે સદંતર બંધ પાળ્યું હતું. વેપારીઓએ હત્યારાઓને વહેલી તકે પકડવા અને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.