જેતપુર: પીઠડીયા ટોલનાકાના કર્મચારીઓને કારચાલક સહિત ત્રણ શખ્સોએ માર્યો માર, ટોલકર્મીઓ હોસ્પિટલમાં દાખલ

રાજ્યના રાજકોટના જેતપુર પીઠડીયા ટોલનાકા પર કારચાલકની દાદાગીરી સામે આવી છે.પોલીસની પ્લેટ રાખેલી કારમાંથી 4 થી 5 આરોપીઓએ દાદાગીરી કરી હતી. કાર ચાલક સહિત અન્ય શખ્સોએ જાહેરમાં ટોલનાકાના કર્મચારીને ધોધમાર માર માર્યો હતો.
કાર ચાલકે જાહેરમાં ટોલનાકાના કર્મચારીને ધોધમાર માર માર્યો
જેતપુરના પીઠડીયા ટોલનાકા પર કારચાલકને એમ્બ્યુલન્સને રસ્તો આપવાનું કહેતા જ કારચાલકનો પીત્તો ગયો હતો. પીઠડીયા ટોલનાકા પર લેનમાં કાર ચાલક સહિત અંદર બેઠેલા 4 આરોપીઓએ કર્મચારીને માર માર્યો હતો.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી.
ઈજાગ્રસ્ત કર્મચારીઓ હોસ્પિટલમાં દાખલ
ટોલટેક્સના સંચાલકોએ પોલીસમાં લેખિત ફરિયાદ દાખલ કરી હતી. ઈજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

