VIDEO: અમેરિકાથી દીકરી આવે તે પહેલાં જ બીજા પરિવારે કર્યા અંતિમ સંસ્કાર, પરિવાર પહોંચ્યો પોલીસ સ્ટેશને
સોર્સ : gstv
રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર અને શરમજનક બેદરકારી સામે આવી છે. રામપાર્કમાં રહેતા ૯૨ વર્ષીય હસમુખભાઈ ઠાકરનું બીમારીથી અવસાન થતાં, અમેરિકા રહેતી તેમની દીકરી રાજકોટ પહોંચે ત્યાં સુધી મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. જોકે, ૩૦ સપ્ટેમ્બરે ઠાકર પરિવાર મૃતદેહ મેળવવા પહોંચ્યો ત્યારે હોસ્પિટલ તંત્રે તેમની જાણ બહાર જ આ મૃતદેહ મુંબઈથી આવેલા અન્ય પરિવારને સોંપી દીધો હોવાનો ખુલાસો થયો હતો. અન્ય પરિવારે રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. દીકરી પિતાના આખરી દર્શન પણ ન કરી શકતા રોષે ભરાયેલો ઠાકર પરિવાર જવાબદાર કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવવા પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

