Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : The complainant turned out to be the accused in the Rs 37 lakh robbery case

Rajkot news: 37 લાખની લૂંટ પ્રકરણમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો, જાણો કેમ રચ્યું હતું તરકટ?

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: 37 લાખની લૂંટ પ્રકરણમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો, જાણો કેમ રચ્યું હતું તરકટ?
સોર્સ : GSTV

રાજકોટ-ભાવનગર હાઇવે પર થયેલી રૂ 37 લાખની  લૂંટ મામલે ચોંકાવનારો ખુલાસો  થયો છે. ફરિયાદીએ જ લૂંટનું નાટક રચતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પર દેવું થઈ જવાના કારણે આ તરકટ રચ્યું હોવાનું પોલીસ જણાવ્યું છે. 

App Store

આરોપી પર દેવું થઈ જતાં લૂંટનો ઘડ્યો હતો પ્લાન

પ્રાપ્ત માહિતી મુજબ ગત સાંજે રાજકોટ-ભાવનગર હાઈવે પર 37 લાખની લૂંટનો મામલો સામે આવ્યો હતો. આંગડિયા પેઢીનો કર્મચારી જગદીશ રૂ.37 લાખ લઈને જતો હતો, દરમ્યાન કારે આંતરી લૂંટ ચલાવી હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસ આ મામલે સઘન તપાસ હાથ ધરતાં ફરિયાદી જગદીશ ચૌહાણ જ આરોપી નીકળ્યો છે. સમગ્ર મામલે પોલીસે જીણવટ ભરી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો. આરોપી પર દેવું થઈ જવાના કારણે તેણે આ તરકટ રચ્યું હતું. લૂંટનું તરકટ રચવાના આરોપીએ તેના મિત્રને રૂપિયા આપ્યા હતા, જે બાદ લૂંટના તરકટમાં હજુ કોણ કોણ સામેલ તે અંગે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.