Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Stampede during promotion of film 'Laalo' in Rajkot mall, one girl barely survives

Video: રાજકોટના મોલમાં 'લાલો' ફિલ્મના પ્રમોશન દરમિયાન મચી નાસભાગ, એક બાળકીનો માંડ જીવ બચ્યો

Timeછેલ્લું અપડેટ : 02 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન ફિલ્મ કાસ્ટને જોવા માટે લોકો ઉમટી પડતા ઓવરક્રાઉડમાં અનેક બાળકો ફસાયા હતા. એક બાળકીનો જીવ તો માંડ માંડ બચ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આયોજકો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

App Store

 બે લોકોએ દેવદૂત બનીને બાળકીનો જીવ બચાવ્યો

ગુજરાતી ફિલ્મ લાલોના કલાકારો રાજકોટ મુલાકાતે છે, ત્યારે ક્રિસ્ટલ મોલમાં આ ફિલ્મના પ્રમોશન દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફિલ્મ કાસ્ટને જોવા માટે લોકો ઉમટી પડતા ઓવરક્રાઉડમાં અનેક બાળકો ફસાયા હતા. કેટલાય બાળકો પડી પણ ગયા હતા. જ્યારે એક બાળકીનો જીવ તો માંડ માંડ બચ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બાળકી મોલમાં એસ્કેલેટર સીડીના પગથીયે પટકાઈ હતી. જોકે ત્યાં રહેલા બે લોકોએ દેવદૂત બનીને બાળકીનો જીવ બચાવ્યો હતો. આયોજકો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ કોઈ અઘટિત ઘટના ન બને તે ધ્યાને લઈને ફિલ્મ કલાકારો મોલમાંથી રવાના થઈ ગયા હતા.