Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : SOG seized 12 kg of ganja from Dhoraji

ધોરાજી: રીઢા ગુનેગારના ઘરમાં SOGએ ‘કેપ્ટો’ શ્વાન સાથે રાખી સર્ચ કર્યું, જે મળ્યું એ જોઈને તમે પણ...

Timeછેલ્લું અપડેટ : 15 Oct 2024
લાઇવ ટીવીGoogle News
ધોરાજી: રીઢા ગુનેગારના ઘરમાં SOGએ ‘કેપ્ટો’ શ્વાન સાથે રાખી સર્ચ કર્યું, જે મળ્યું એ જોઈને તમે પણ...

ધોરાજીમાં રહેતા રીઢા ગુનેગારના ઘરમાંથી એસ.ઓ.જીએ 12 કિલો ગાંજો જપ્ત કર્યો છે. એસ.ઓ.જીએ આરોપી સામે એનડીપીએસ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

App Store

રાજકોટ રૂરલ પોલીસનાં એસ.ઓ.જી ટીમનાં પીઆઈ એફ.એ.પારગીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે તેમની ટીમે બાતમીના આધારે ધોરાજીનાં ખીજડા શેરીમાં આવેલા એક મકાનમાં ભાડે રહેતાં આરોપી શાહબાઝ હુસેન દિલુભાઈના ઘરે દરોડો પાડ્યો હતો. શરૂઆતમાં તો આરોપીએ ગલ્લાંતલ્લાં શરૂ કર્યા હતા પરંતુ શ્વાન 'કેપ્ટો'એ આરોપીનો ભાંડાફોડ કરી નાખ્યો હતો અને બાથરૂમમાં સંતાડેલો ગાંજો ઝડપી લેવાયો હતો. 

એસઓજી ટીમે 12 કિલો વનસ્પતિજન્ય ગાંજો કે જેની કિંમત 1,20,060 થવા જાય છે, તેમજ ફોન મળી 1,35,060નો મુદ્દામાલ કબજે લઇ આરોપીની ધરપકડ કરી હતી. એનડીપીએસ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરુ કરી છે.