સેવા જ્યોતિ યાત્રા સામે TDO સમક્ષ સરપંચના સવાલો
સોર્સ : gstv
રાજકોટમાં યોજાનારી સેવા જ્યોતિ કળશ યાત્રાને લઈને ધોરાજીના તોરણીયા ગામના સરપંચ અંકિત ટિલવાએ તાલુકા પંચાયતની બેઠકમાં TDO સમક્ષ અનેક સવાલો ઉઠાવ્યા હતા. સરપંચે સવાલ કર્યો કે આવા કાર્યક્રમોથી પ્રજાને શું ફાયદો થશે અને કર્મચારીઓને ગામડાંની કામગીરી છોડીને રાજકોટ બોલાવવાની જરૂર શું છે. તેમણે દાવો કર્યો કે પીવાના પાણી સહિતના સ્થાનિક પ્રશ્નો ઉકેલવાને બદલે કર્મચારીઓનો સમય કાર્યક્રમોમાં વપરાઈ રહ્યો છે. સરપંચે સરકારી વાહનની વ્યવસ્થા અને કર્મચારીઓની સુરક્ષાને લઈને પણ સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે જો કાર્યક્રમથી પ્રજાને ફાયદો થતો હોય તો 29 ગામના લોકોને સાથે લઈને કાર્યક્રમમાં આવવા તૈયાર છે. બેઠકનો વીડિયો વાયરલ થતાં ધોરાજી પંથકમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

