Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rupala's controversy! order issued from Kamalam for BJP candidates and leaders

રૂપાલાના વિવાદ બાદ ભાજપ બેકફૂટ પર! ઉમેદવારો અને નેતાઓ માટે કમલમમાંથી છૂટ્યો આદેશ

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2024
લાઇવ ટીવીGoogle News
રૂપાલાના વિવાદ બાદ ભાજપ બેકફૂટ પર! ઉમેદવારો અને નેતાઓ માટે કમલમમાંથી છૂટ્યો આદેશ

લોકસભા ચૂંટણી 2024 : રાજ્યમાં લોકસભાના ઉમેદવારો દ્વારા બેફામ વાણી-વિલાસ બાદ ભાજપ બેકફૂટ પર આવી ગયું છે. લોકસભાની બેઠકો પર આયાતી ઉમેદવારોથી લઈને બિન અનુભવી નેતાઓને ટિકિટ ફાળવ્યા બાદ ભાજપના કાર્યકરો અને પીઢ નેતાઓમાં ભારે અસંતોષ છે જે અત્યારે જાહેરમાં જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કથિત ટિપ્પણી મામલે ભાજપનું ટેંશન વધ્યું છે.

App Store

સૌરાષ્ટ સહીત સમગ્ર ગુજરાતમાં આ મામલે ક્ષત્રિય સમાજમાં રોષ દેખાઈ રહ્યો છે અને હજુ સુધી આ રોષને ડામવામાં ભાજપ નિષ્ફળ ગયું છે. જેના પગલે ભાજપના સંગઠન મંત્રી રત્નાકર દ્વારા તમામ ૨૬ લોકસભા બેઠકના ઉમેદવારો અને જિલ્લા પ્રમુખ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી. જેમાં તેમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે, “રાજ્યમાં હાલની પરિસ્થિતિમાં તમામ ઉમેદવારો અને જિલ્લા પ્રમુખો કોઈ પણ પ્રકારની વિવાદિત અને પક્ષને નુકશાન પહોંચાડે એવી ટિપ્પણીથી દૂર રહે અને મીડિયાથી અંતર જાળવે, કોઈ પણ ઉમેદવારોએ મીડિયામાં કંઈ જ બોલવું નહિ”

શું છે રૂપાલા વિવાદ?

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તેમજ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પરશોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક જાહેરસભામાં વાલ્મિકી સમાજને લઈને ક્ષત્રિય સમાજ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. આ ઘટના બાદ ક્ષત્રિય સમાજમાં પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ભારે વિવાદ થયો હતો. 

પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું હતું?

રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, ‘અંગ્રેજોએ દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા, રાજા-મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા હતા, પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો, ન તો વ્યવહારો કર્યા, સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેઓની તલવાર આગળ પર નહોતા ઝૂક્યા.’

વિવાદિત નિવેદન બાદ પરશોત્તમ રૂપાલાએ એક વીડિયો જાહેર કરીને ક્ષત્રિય સમાજની માફી માંગી છે.  માફી માંગતા આ વીડિયોમાં તેમણે કહ્યું કે “ક્ષત્રિય સમાજના વિવિધ આગેવાનો સાથે વાતચીત કરી છે. તેમણે નારાજગી અને રોષ વ્યક્ત કર્યો હતો. મારો આશય વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ અને દેશ પર જુલ્મોનું નીરુપણ કરવાનો હતો. રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો કોઈ આશય ન હતો. આમ છતાં મારા નિવેદનથી કોઈપણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું”

“સમાધાન સ્વીકાર્ય જ નથી, ભાજપ ટિકિટ રદ્દ કરે” –  કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળા

કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રી તેમજ ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક જાહેરસભામાં ક્ષત્રિય સમાજ વિશે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીક્ળ્યો છે. આજે ગોંડલમાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળી રહ્યું છે. એ પહેલા આ મુદ્દે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ કહ્યું છે કે રૂપાલા જાહેરમાં માફી માંગે તો પણ સમાધાન મંજૂર નથી. આ ક્ષત્રિય સમાજની બહેન-દિકરીઓના સમ્માન સાથે જોડાયેલો મુદ્દો છે. ભાજપ તેમની ટિકિટ રદ્દ કરે એ જ માંગ છે. જુઓ પદ્મિનીબા વાળાએ શું કહ્યું

https://x.com/GSTV_NEWS/status/1773651681210720657?s=20