VIDEO: ત્રિકોણ બાગ ખાતે 28 વર્ષથી ‘ત્રિકોણ બાગ કા રાજા’નો મહોત્સવ CCTV-ફાયર સેફ્ટી સાથે આ વખતે રૂ.1.25 કરોડનો વીમો
સોર્સ : gstv
રાજકોટમાં દુંદાળા દેવ ગણપતિ બાપ્પાને રિઝવવા રાજકોટવાસીઓ તૈયાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટમાં 300થી વધુ સ્થળોએ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રવાસીઓની આસ્થાનું કેન્દ્ર એવા ત્રિકોણ બાગ ખાતે ‘ત્રિકોણ બાગ કા રાજા’ પણ બિરાજમાન થશે. વર્ષ 1999માં એક માનતા પૂર્ણ થયા બાદ શરૂ થયેલો આ ગણપતિ મહોત્સવ આજે 28 વર્ષથી યથાવત્ છે. અહીં ભક્તો માનતા રાખે છે અને માનતા પૂર્ણ થતાં ગણપતિની નાની મૂર્તિ અર્પણ કરે છે. આ તમામ મૂર્તિઓનું અંતિમ દિવસે વિધિવત્ વિસર્જન કરવામાં આવે છે. ખાસ ગણપતિ બાપ્પાની મૂર્તિ નાશિકથી તૈયાર કરાવવામાં આવે છે,

