Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Ram Mokaria's name missing from invitations to three events

VIDEO: ભાજપનાં જ સાંસદને કાર્યાલય કે કાર્યક્રમમાંનો એન્ટ્રી? ત્રણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં રામ મોકરિયાનું નામ જ ગાયબ

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાજપના સાસંદ રામભાઈ મોકરિયાને મનપાના અને શહેર ભાજપના સંગઠનના કાર્યક્રમમાં નો એન્ટ્રીના મામલે નવો વળાંક આવ્યો છે. જેમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ ખાસ નિવેદન આપ્યું છે કે મારા ધ્યાનમાં ગત રોજ જ આ મામલો સામે આવ્યો છે, પરંતુ મારા તરફથી કોઈ સૂચના આપવામાં આવી જ નથી. છેલ્લા બે કાર્યક્રમ આમંત્રણ કાર્ડ નામ કમીને લઈ તપાસ કરવામાં આવશે યોગ્ય તપાસ કરવામાં આવશે.

App Store

રામભાઈ અમારા વડીલ છે તેમની અવગણના ના હોય

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કહ્યું કે રામભાઈ અમારા વડીલ છે તેમની અવગણના ના હોય.ગુજરાતમાં ભાજપમાં ઠેર ઠેર જુથવાદ ચરમસીમાએ છે. એક પછી એક ભાજપનાં નેતાઓ અને ધારાસભ્યો સહિતનાં નેતાઓ ખુબ જ શિસ્તબદ્ધ ગણાતા પક્ષ સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

 કોર્પોરેશનના છેલ્લા ત્રણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં રામમોકરીયાનું નામ જ નથી

જો કે રાજકોટ  કોર્પોરેશનના છેલ્લા ત્રણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં રામ મોકરીયાનું નામ જ નથી, જેના પરથી તમામ બાબતો સ્પષ્ટ થઇ રહી છે કે પક્ષમાંથી જ તેમની અવગણના થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રામ મોકરીયાએ  અગાઉ અનેક વખત કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યાના આરોપ કર્યા હતા અને ખુલ્લો પત્ર લખ્યો હતો, આ કારણે હાઈકમાન્ડ સુધી ખળભળાટ મચ્યો હતો.

 

ટોપિક્સ:ram mokariyagstvRAJKOTgujarat