Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot's historic Lalpari Dam overflows, authorities appeal to people in low-lying areas to be vigilant

VIDEO: રાજકોટનો ઐતિહાસિક લાલપરી ડેમ ઓવરફ્લો થયો, નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ શહેર માટે ઐતિહાસિક ગણાતો રાજાશાહીના સમયનો લાલપરી ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ચારથી પાંચ ઇંચ જેટલા વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો. ખાસ કરીને ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા મધ્યમ વરસાદને કારણે ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો અને ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાઈ. ડેમ ઓવરફ્લો થતાં આસપાસના  નીચાણવાળા વિસ્તારોમાં પાણી પહોંચવાની શક્યતા છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નદી કાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

App Store