રાજકોટના હિરાસર એરપોર્ટને મળી કાર્ગો સર્વિસની મંજૂરી, જાણો વેપારીઓને કેટલો થશે ફાયદો

રાજકોટના હિરાસર એરપોર્ટને કેન્દ્ર સરકારના એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્ગો સર્વિસ શરૂ કરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય સૌરાષ્ટરના વેપારીઓ માટે ખુબ સારા સમાચાર ગણાઈ શકે છે.
શું થશે આ નિર્ણયથી લાભ?
હિરાસર એરપોર્ટને કાર્ગો સર્વિસ શરૂ કરવાની મંજૂરી આપવાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના વોપારીઓને મોટો ફાયદો થશે. વેપારીઓ પોતાનો માલ સામાન કાર્ગો સર્વિસ મારફતે વિદેશ સહિત દેશના અન્ય ભાગોમાં પણ મોકલી શકશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના MSME(Micro, Small, Medium Enterprice) ઉદ્યોગ તેમજ મોરબીના ટાઇલ્સ ઉદ્યોગને પણ આ સેવાથી ફાયદો થશે. આ ઉપરાંત, વેપારીઓ અને ઉદ્યોગકારો 100 કિલોથી 1 ટનનો માલ સામાન હવાઈ માર્ગેથી મોકલી શકશે.
શું પડતી હતી વેપારીઓને તકલીફ
અત્યાર સધી રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના વેપારીઓને પોતાનો માલ સામાન હવાઈ કાર્ગોમાં મોકલાવા માટે અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું, પરંતુ હવે હિરાસર એરપોર્ટ પર જ આ સુવિધા ઉપલબ્ધ થવાથી સમય અને નાણાં બંનેની બચત થશે. આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા મુજબ, કાર્ગો સર્વિસનું ભાડું કેટલું રાખવામાં આવે છે એના પર તમામ પ્રકારની નિર્ભરતા રહેશે. જો વેપારીઓને અમદાવાદથી કાર્ગો મારફત માલ-સામાન મોકલવામાં ફાયદો થતો હશે, એટલે કે ઓછાં નાણાં ચૂકવવા પડતાં હોય તો વેપારીઓ રાજકોટને બદલે અમદાવાદથી માલ-સામાન મોકલશે.

