VIDEO: ગણેશ વિસર્જનને લઈને રાજકોટ તંત્ર એલર્ટ: ૬ સ્થળોએ ફાયર બ્રિગેડની ટીમ તૈનાત
સોર્સ : gstv
રાજકોટમાં ગણેશ વિસર્જન પર્વ સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. શહેરના મુખ્ય ૬ વિસર્જન સ્થળો જેમાં રામવન, આજીડેમ ખાણ નંબર ૧-૨ અને ઓવરફ્લો ચેકડેમનો સમાવેશ થાય છે, ત્યાં સવારે ૮થી રાત્રે ૮ વાગ્યા સુધી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા દરેક સ્થળે ૨૦થી ૨૨ જવાનોનો સ્ટાફ, એક-એક ક્રેન, રેસ્ક્યુ બોટ, લાઈફ જેકેટ, લાઈફ રિંગ અને દોરડા સહિતના આધુનિક સાધનો તૈનાત રખાયા છે. કોઈ પણ અકસ્માત ટાળવા માટે બેરિકેડિંગ કરીને શ્રદ્ધાળુઓને પાણીમાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે, તેમજ સાંજના સમયે યોગ્ય લાઈટિંગની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.

