Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot: Security risk at Hirasar Airport: 26 CCTV cameras in a switched off condition!

Rajkot/ હીરાસર એરપોર્ટ પર સુરક્ષાનું જોખમ: 26 CCTV બંધ હાલતમાં!

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot/ હીરાસર એરપોર્ટ પર સુરક્ષાનું જોખમ: 26 CCTV બંધ હાલતમાં!
સોર્સ : gstv

રાજકોટના નવા બનેલા અને હાઇ-સિક્યુરિટી હેઠળ આવતા રાજકોટ આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટ પર સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. તાજેતરમાં મુસાફરના સામાનની ચોરીની ઘટના બન્યા બાદ સીસીટીવી કેમેરાની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

App Store

એરપોર્ટની સુરક્ષા પર ગંભીર સવાલ

ચકાસણી દરમિયાન જાણવા મળ્યું છે કે એરપોર્ટ પર લગાવવામાં આવેલા કુલ 465 સીસીટીવી કેમેરા પૈકી 26  કેમેરા બંધ હાલતમાં છે. હીરાસર એરપોર્ટ 'એર સેન્સેટિવ' અને 'હાઇ-સિક્યુરિટી' ઝોન હેઠળ આવતું હોવા છતાં આટલી મોટી સંખ્યામાં કેમેરા બંધ રહેવા એ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊભો કરે છે.

સુરક્ષા નિષ્ણાતોના મતે, સીસીટીવી કેમેરા બંધ હોવાને કારણે દુશ્મનોને ખુલ્લું આમંત્રણ મળી શકે છે, જે એરપોર્ટની સુરક્ષા માટે મોટો ખતરો છે.  સામાનની ચોરીની ઘટના બાદ આ ગંભીર બેદરકારી સામે આવતા, જવાબદાર અધિકારીઓ દ્વારા આ મામલે ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.  સુરક્ષાના આ ગંભીર મામલે તાત્કાલિક પગલાં લેવા અને કેમેરાને કાર્યરત કરવા આવશ્યક છે