Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot news: Uproar as factionalism reaches its peak in BJP

Rajkot news: ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચતા ખળભળાટ, કોર્પોરેટરે સરકાર સામે જ ઉઠાવ્યા સવાલ

Timeછેલ્લું અપડેટ : 06 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Rajkot news: ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચતા ખળભળાટ, કોર્પોરેટરે સરકાર સામે જ ઉઠાવ્યા સવાલ
સોર્સ : GSTV

રાજકોટ મહાનગરપાલિકાનું શાસન પૂર્ણ થવાને હવે માત્ર સવા મહિનો બાકી છે ત્યારે શહેર ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચતા ખળભળાટ મચી ગયો છે. પોતાની જ સરકાર સામે સવાલો ઉઠાવતા ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લને બરતરફ કરવા માટે દરખાસ્ત કરવામાં આવતા રાજકીય ગરમાવો આવ્યો છે, જેના પગલે મનપા સેક્રેટરીએ કમિશનર પાસે અભિપ્રાય માંગ્યો છે.

App Store

 તર્ક-વિતર્ક વહેતા થયા

સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નેહલ શુક્લે અનેકવાર સત્તાધારી જૂથને ભીડવતા હવે સામેના જૂથે તેમનો દાવ લેવા તૈયારી કરી હોય તેમ જણાય છે. એક તરફ બજેટની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ આ કાયદાકીય ખેંચતાણને કારણે સ્ટેન્ડિંગ કમિટી બેસી શકશે કે નહીં તે મુદ્દે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.