Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot News The police arrested the principal who molested 4 female students

RAJKOT / 4 વિદ્યાર્થિનીઓ સાથે અડપલા કરનાર ખાનગી સ્કૂલના પ્રિન્સિપાલની પોલીસે કરી ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 22 Mar 2024
લાઇવ ટીવીGoogle News
RAJKOT /  4 વિદ્યાર્થિનીઓ સાથે અડપલા કરનાર ખાનગી સ્કૂલના પ્રિન્સિપાલની પોલીસે કરી ધરપકડ

Rajkot News : રાજકોટ શહેરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનામાં પોલીસે હવસખોર પ્રિન્સિપાલની ધરપકડ કરી છે. 

App Store

કોઠારિયા રોડ પરની સરસ્વતિ શૈક્ષણિક સંકુલ સ્કૂલના પ્રિન્સિપાલ  રાકેશ સોરઠિયાએ 4 વિદ્યાર્થિનીઓ સાથે અડપલા કર્યા હતા. આ 4 વિદ્યાર્થિનીઓ 11થી 14 વર્ષની હતી. 

ઘટના સામે આવ્યાં બાદ આ હવસખોર પ્રિન્સિપાલ રાકેશ સોરઠિયા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી  પ્રિન્સિપાલ રાકેશ સોરઠિયાની ધરપકડ કરી છે. 

રાજકોટમાં મંદબુદ્ધિ બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજારનારને આજીવન કેદની સજા

રાજકોટ શહેરના ન્યુ 150 ફુટ રીંગ રોડ પરનાં એક એપાર્ટમેન્ટમાં રહેતા મંદબુદ્ધિ બાળક પર  સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજારવાનાં ગુનામાં આરોપી વિજય શૈલેષ મકવાણા (રહે, કણકોટ પાટીયા પાસે)ને સ્પેશ્યલ પોકસો કોર્ટનાં જજ જે.ડી. સુથારે તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફરમાવી હતી.

જયાં ભોગ બનનાર બાળક રહેતો હતો, તે ફલેટમાં આરોપી કચરા પોતાનું કામ કરવા આવતો હતો. ભોગ બનનાર બાળકનાં માતા શિક્ષીકા છે. તેઓ સ્કુલે ગયા બાદ પાછળથી આરોપીએ તેના ફલેટમાં આવી તેના પુત્ર પરસૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજાર્યું હતું. ગઈ તા. 22-6-2019નાં રોજ આ ઘટના બની હતી. જે અંગે રાજકોટ તાલુકા પોલીસમાં ભોગ બનનાર બાળકની માતાએ ફરીયાદ નોંધાવી હતી.