Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot news: SMC raids on Dabba trading on Yagnik Road,

Rajkot news: યાગ્નિક રોડ પર ચાલતા ડબ્બા ટ્રેડિંગ પર SMCના દરોડા, લાખોના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 03 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Rajkot news: યાગ્નિક રોડ પર ચાલતા ડબ્બા ટ્રેડિંગ પર SMCના દરોડા, લાખોના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ
સોર્સ : GSTV

રાજ્યના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં  રાજકોટમાં યાગ્નિક રોડ પર ચાલતા ડબ્બા ટ્રેડિંગ પર SMCના દરોડા પડ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે કુખ્યાત બુકી રાકેશ પોપટની ઓફિસમાં આ ડબ્બા ટ્રેડિગ ચાલી રહ્યું હતું. પોલીસે રાકેશ પોપટ સહિત 3 શખ્સોની ધરપકડ કરી છે.

App Store

SMCના રાજકોટમાં દરોડા

પોલીસને આ મામલે બાતમી મળી હતી, બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. છેલ્લા 4 મહિનાથી ડબ્બા ટ્રેડિંગ ચાલતું હોવાનો ખુલાસો થયો છે. SMCએ ઇલેક્ટ્રોનિક ઉપકરણો,રોકડ અને કાર મળીને કુલ ૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. SMCની તપાસમાં બેનામી વ્યવહારો મોટી સંખ્યામાં મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે.

ફરાર આરોપીઓની શોધખોળ શરૂ

ઝડપાયેલા આરોપીઓની ઓળખ રાકેશ પોપટ મુકેશ વિરડીયા,મહેશ પરમાર તરીકે છે. જે ફરાર છે તેની ઓળખ મિહીર કલ્યાણી,કમલેશ,અશોક,નટુકાકા,જયદિપ,હિતેન ખાચર તરીકે થઈ છે.