Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot news: Police complaint case against Skand Hospital doctor

Rajkot news: સ્કંદ હોસ્પિટલના તબીબ વિરુદ્ધ પોલીસ ફરિયાદનો મામલો, પરિવારજનોએ કરી હતી બેદરકારીની ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 14 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: સ્કંદ હોસ્પિટલના તબીબ વિરુદ્ધ પોલીસ ફરિયાદનો મામલો, પરિવારજનોએ કરી હતી બેદરકારીની ફરિયાદ
સોર્સ : GSTV

રાજકોટની સ્કંદ હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર દરમિયાન ૨૮ વર્ષીય જય રેણપરા નામના યુવકનું મૃત્યુ થતાં ગંભીર મામલો સામે આવ્યો છે. યુવકના પરિવારજનોએ તબીબોની બેદરકારી બદલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

App Store

તબીબોને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગણી કરી

સ્કંદ હોસ્પિટલના ડૉ. હાર્દિક સંઘાણી અને વોકાર્ડ હોસ્પિટલના ડૉ. જીગ્નેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મૃતકના માતા-પિતાએ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે, ડૉ. સંઘાણીના પત્ની સ્કિન ડૉક્ટર હોવા છતાં તેમણે પુત્રને સારવાર આપી હતી, જેના વિરુદ્ધ પણ ફરિયાદ થવી જોઈએ. પરિવારજનોએ આક્રોશ સાથે હોસ્પિટલને બંધ કરી દેવા અને આરોપી તબીબોને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગણી કરી છે.

ટોપિક્સ:rajkotSkand Hospitalgstvgujarat