Rajkot news: ધોરાજીના ફરેણી ગામમાં 15 વર્ષ બાદ મનરેગા કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યું
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગામમાં 15 વર્ષ બાદ મનરેગા કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યું છે. વર્ષ 2010માં આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર મામલે હવે તત્કાલીન મહિલા સરપંચ અને તલાટી સહિત ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
આરોપીઓએ 1.42 લાખની રકમ સરકારમાં જમા કરાવી દીધી
ધોરાજીના ATDO રાજેશ કામરિયા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તે સમયે 'ભૂતિયા' મજૂરો ઊભા કરી સરકારી તિજોરીને લાખોનો ચૂનો ચોપડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ગેરરીતિ સાબિત થતા આરોપીઓએ 1.42 લાખની રકમ સરકારમાં જમા કરાવી દીધી હતી, તેમ છતાં ફોજદારી ગુનો બનતો હોવાથી પોલીસે IPC 409 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ, સરપંચના પતિએ આ કાર્યવાહીને રાજકીય દ્વેષ ગણાવી વિરોધ વ્યક્ત કર્યો છે.

